Mini vic.gov.au

This is a low bandwidth version of vic.gov.au. Contents may not be up to date. © Copyright State Government of Victoria

કિંડર કેવી રીતે કામ કરે છે (How kinder works) - ગુજરાતી (Gujarati)

On this page

‘કિંડરગાર્ટન’ અથવા ‘અર્લિ ચાઇલ્ડહુડ એજ્યુકેશન’ તરીકે પણ ઓળખાતું કિંડર (બાળમંદિર), તમારા બાળકના વિકાસ અને શિક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ૩ વર્ષની ઉંમરે ગુણવત્તાયુક્ત કિંડર પ્રોગ્રામ શરૂ કરવાથી તેમને કૌશલ્યો વિકસાવવામાં મદદ મળી શકે છે જેથી તેઓ જીવનમાં અને શાળામાં સારું પ્રદર્શન કરી શકે.

તેઓ કયા વર્ષથી ત્રણ અને ચાર-વર્ષની-ઉંમરના માટેના બાળમંદિર જવાનું શરૂ કરી શકે છે તે જાણવા તમે શરૂઆત કરવાની ઉંમરની ગણનામાં તમારા બાળકની ઉંમર નાંખી શકો છો.

પ્રી-પ્રેપ શું છે

૨૦૨૫થી, ચાર-વર્ષની-ઉંમરનાં માટેનું કિન્ડરગાર્ટન પ્રી-પ્રેપ બની ગયું છે.

૨૦૨૬થી, દરેક અઠવાડિયે પ્રી-પ્રેપના ૧૬થી ૨૫ કલાકો એવા બાળકો માટે ઉપલબ્ધ છે જેઓ:

પ્રી-પ્રેપ રમત-આધારિત રહેવાનું ચાલુ રહેશે અને તેનું નેતૃત્વ લાયક બાળમંદિરના શિક્ષકો દ્વારા કરવામાં આવશે.

વધારાના કલાકો, બાળકોને રમત દ્વારા શીખવા અને તેમની કુશળતા અને આત્મવિશ્વાસ કેળવવા માટે વધુ સમય આપે છે.

પ્રી-પ્રેપ ફક્ત (સેશનલ) કિન્ડરગાર્ટનો હોય તેવા અને લાંબા સમયનાં ડે કેર હોય તેવા કેન્દ્રો દ્વારા પૂરાં પાડવામાં આવે છે.

પ્રી-પ્રેપ, ચાર-વર્ષની-ઉંમરનાં માટેનાં કિન્ડરગાર્ટન અને ત્રણ-વર્ષની-ઉંમરનાં માટેનાં કિન્ડર નિઃશુલ્ક કિન્ડરનો ભાગ છે. નિઃશુલ્ક કિન્ડર વિશે વધુ જાણો.

બાળમંદિરના કલાકો

ભંડોળયુક્ત ત્રણ-વર્ષની-ઉંમરના માટેના કિંડર કાર્યક્રમો દર અઠવાડિયે ૫થી ૧૫ કલાકો માટે ઉપલબ્ધ છે. ભંડોળયુક્ત ચાર-વર્ષની-ઉંમરના માટેનાં કિંડર કાર્યક્રમો દર અઠવાડિયે ૧૫ કલાક માટે ઉપલબ્ધ છે.

ચાર-વર્ષની-ઉંમરનું કિન્ડર વિક્ટોરિયામાં પ્રી-પ્રેપ બની રહ્યું છે, જેમાં ક્રમશઃ દર અઠવાડિયે કલાકો ૧૫ થી ૩૦ સુધી વધશે.

સાબિત થયેલ પરિણામો

જે બાળકો બાળમંદિર કાર્યક્રમમાં જાય છે તેઓ ગણના કરવી અને આંકડાં અને અક્ષરો ઓળખવા અને કોયડા ઉકેલવા જેવા કૌશલ્યો વિકસાવવાનું શરૂ કરી દે છે. તમારું બાળક બાળમંદિરમાં તેનો આત્મવિશ્વાસ અને સ્વાશ્રયતા કેળવશે અને સામાજિક અને ભાવનાત્મક કૌશલ્યો શીખશે. તેઓ સમાજિક રીતે હળતાંમળતાં થશે અને નવા મિત્રો બનાવશે.

જ્યારે તમારું બાળક નિયમિત કિન્ડરમાં હાજરી આપે છે, ત્યારે તેઓ તેમના સાથીઓ અને કેળવણીકારો સાથે મજબૂત સંબંધોનો અનુભવ કરે છે. આ આત્મીયતાની ભાવના તમારા બાળકને મૂલ્યવાન, સુરક્ષિત અને આત્મવિશ્વાસનો અનુભવ કરવામાં તથા કુતુહાલ સંતોષવાનો અને શિક્ષણને માણવાનો આત્મવિશ્વાસ કેળવવામાં મદદ કરે છે.

કિન્ડર પ્રવૃત્તિઓનો રોજીંદો એક સમાન ક્રમ અને દિનચર્યાઓનું માળખું પ્રદાન કરે છે જે તમારા બાળકને જૂથમાં રહીને શીખવા વિશે વધુ આત્મવિશ્વાસ અનુભવવામાં મદદ કરે છે. નિયમિત કિન્ડર હાજરી તમારા બાળકને શાળાએ સરળતાથી જવા માટે મદદ કરી શકે છે. આનું કારણ એ છે કે જે બાળકો કિન્ડરમાં નિયમિત હાજરી આપે છે તેઓ શાળા શરૂ કર્યા પછી તેમનાં યોગદાનનું સ્તર જાળવી રાખશે તેવી શક્યતા વધુ હોય છે.

સંશોધનો દર્શાવે છે કે જેમણે શાળા શરૂ કરતા પહેલા ૨ કે ૩ વર્ષ કિંડર ગાર્ટન કાર્યક્રમોમાં હાજરી આપી હોય તેવા વિદ્યાર્થીઓ,જેમણે આ કાર્યક્રમોમાં હાજરી નહોતી આપી તેમનાં કરતાં, ૧૬ વર્ષની ઉંમરે અંગ્રેજી અને ગણિતમાં વધુ ગુણ મેળવે છે.

વાલીઓ અને બાળમંદિરના તાલીમ આપનારાઓ કઇ રીતે સાથે મળીને કામ કરે છે

માતાપિતા/સંભાળકર્તાઓ, પરિવારો અને શિક્ષકો વચ્ચેની ભાગીદારીથી બાળમંદિર શ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે. તમારા બાળકના વિકાસમાં એક માતાપિતા/સંભાળકર્તા તરીકે તમારો સૌથી અગત્યનો ફાળો છે. તમે તેમને સાચા અને ખોટાનો ફરક, તમારી ભાષા, સંસ્કૃતી અને દયાભાવ તથા આદર જેવા મૂલ્યો શીખવો છો. શિક્ષકો તમને બાળમંદિરમાં શું થઇ રહ્યું છે તે વિષે વાત કરશે અને તમારા બાળકને ઘરે શિક્ષણ મેળવતાં રહેવામાં સહાય માટેના વિવિધ રસ્તા દર્શાવશે. તેઓ તમારા બાળકને શેમાં રુચી છે અને તેઓ કઇ રીતે શિક્ષા મેળવી શકે તેમ છે તે જાણવા માંગે છે.

તમારા બાળમંદિરના શિક્ષકને તમે ગમે ત્યારે દુભાષિયાની વ્યવસ્થા કરવા કહી શકો છો. તે રૂબરૂ કે ફોન પર અથવા વિડીયો રૂપે હોય શકે છે. આ સેવા મેળવવામાં પરિવારોને કોઇ શુલ્ક લાગતું નથી.

જો તમે તમારા કિન્ડર સાથે તમારી પસંદગીની ભાષામાં વાત કરવા માંગતા હો, તો તમે નિઃશુલ્ક માતાપિતા અને સંભાળકર્તા ઇન-બાઉન્ડ ટેલિફોન દુભાષિયા સેવાનો ઉપયોગ કરી શકો છો. હાલમાં આ સેવા ૩૦ ભાષાઓમાં આપવામાં આવે છે.

તમે દુભાષિયાને કિન્ડરનું નામ અને ફોન નંબર જણાવશો અને તમારી વાતચીત પૂર્ણ ન થાય ત્યાં સુધી દુભાષિયો ફોન પર હાજર રહેશે અને ભાષાંતર કરશે. માતાપિતા અને સંભાળકર્તાઓ માટે માર્ગદર્શિકામાં આપેલા પગલાંઓને અનુસરો.

બાળમંદિરમાં શું થાય છે

શિક્ષકો બાળકોને રમત દ્વારા શીખવા માટે પ્રોત્સાહિત કરે છે. પ્રવૃત્તિઓમાં ચિત્રકામ, ગાવું, ચઢવું, ખોદવું અને બહાર દોડવું, રમકડાંઓ સાથે રમવું અને પુસ્તકો વાંચવાનો સમાવેશ થઇ શકે છે. રમતો બાળકોને, અન્યોની સાથે વહેંચી અને વારા લઇ સહકાર આપતાં-આપતાં, તેમની કલ્પના શક્તિનો ઉપયોગ કરવા અને નવું જાણવા માટે પ્રોત્સાહિત કરે છે. બાળકો અંગ્રેજી કેવી રીતે બોલવું અને સમજવું તે સાથે ઊચ્ચારણો, શબ્દો અને ભાષા શિખશે.

બાળમંદિરો આપણાં બહુસાંસ્કૃતિક સમાજનો ભાગ છે

બાળમંદિર કાર્યક્રમો દરેક પૃષ્ઠભૂમિના વાલીઓને તેમના સમુદાયનો ભાગ બનવા આવકારે છે. તે એક એવી જગ્યા છે જ્યાં વાલીઓ એકબીજાને મળીને અને વાતોની આપલે કરીને એકબીજા પાસેથી શીખી શકે છે.

શિક્ષકો તમારા બાળક અને તમારી સંસ્કૃતિ વિષે જાણવા માંગે છે. તે તેમને, સાંસ્કૃતિક દિવસો અને કાર્યક્રમો આધારિત પ્રવૃત્તિઓ સહિત તમારા બાળક માટે અર્થસભર કાર્યક્રમો તૈયાર કરવામાં અને વિક્ટોરિયાની બહુવિધતાને ઊજાગર કરવામાં સહાય કરે છે.

શિક્ષકો પ્રવૃત્તિઓમાં બધાને જ સામેલ કરે છે, જેથી જે બાળકો અંગ્રેજી નથી બોલતાં તેમને પણ અન્યો જેવી જ રમવાની અને શિખવાની તક મળે છે. કેટલાંક બાળમંદિર કાર્યક્રમોમાં દ્વીભાષી તાલીમ આપનારા હોય છે જે એવા બાળકો કે જે થોડું અંગ્રેજી બોલતાં હોય કે સહેજ પણ ન બોલતાં હોય તેમને સહાય કરે છે. બાળકોને બીજાની સાથે ભળતાં અને અન્યોને સ્વીકારતાં તથા સાંસ્કૃતિક જુદાંપણાંનો આદર કરતાં શિખવવામાં આવે છે.

કિંડર ગાર્ટન કાર્યક્રમોનાં પ્રકાર

બાળકો ત્રણ-વર્ષની-ઉંમરના માટેના કિંડરગાર્ટન કાર્યક્રમમાં લાંબા ડે કેર (જેને ચાઇલ્ડકેર પણ કહે છે) સેન્ટર અથવા ફક્ત (જેને સેશલન પણ કહે છે) કિંડરગાર્ટન દ્વારા ભાગ લઇ શકે છે. આ સેવાઓ મોટાભાગે ચાર-વર્ષની-ઉંમરના માટેનો કિંડરગાર્ટન કાર્યક્રમ પણ પ્રદાન કરતી હોય છે.

લોન્ગ ડે કેર કેન્દ્ર બાળમંદિર કાર્યક્રમ સહિત આખા દિવસનું શિક્ષણ અને સંભાળ પૂરું પાડી શકે છે. શિક્ષકની આગેવાની હેઠળનાં બાળમંદિર કાર્યક્રમને શિક્ષણ અને સંભાળના વધારાના કલાકો સાથે ભેળવી શકાય છે.

સ્ટેન્ડઅલોન સેવામાં, ફક્ત ચોક્કસ દિવસો અને ચોક્કસ સમયે જ કિંડર કાર્યક્રમ ચાલશે. સામાન્ય રીતે સ્ટેન્ડઅલોન સેવા એક વર્ષમાં શાળા સત્ર દરમ્યાન ૪૦ અઠવાડિયા ચાલે છે અને શાળાઓમાં રજાના સમયે જ રજા રાખે છે. આ દિવસો અને કલાકો કિંડર સેવા દ્વારા નિયત કરવામાં આવે છે.

Updated 26 March 2026



About the VIC Government

Grants and programs

Jobs and careers

Arts, culture and heritage

Business and the workplace

Communities

Education and training

Environment, water and energy

Finance and economy

Health and social support

Housing and property

Law and justice

Safety and emergencies

Science and technology

Sport and recreation

Traffic and transport

Working in the Victorian Government